HomeCOMMUNITY ARTICLESHOMEOPATHYભારતના દિગ્ગજ ઓફ સ્પિનર હરભજન સિંહે અચાનક લીધો ક્રિકેટ જગતમાંથી સંન્યાસનો નિર્ણય

ભારતના દિગ્ગજ ઓફ સ્પિનર હરભજન સિંહે અચાનક લીધો ક્રિકેટ જગતમાંથી સંન્યાસનો નિર્ણય

મુંબઈ : ધોનીની કેપ્ટનશિપમાં એક ખેલાડીએ શાનદાર પ્રદર્શન કર્યું હતું, પરંતુ છેલ્લા ઘણા દિવસોથી આ ખેલાડી પોતાની લયમાં જોવા મળ્યો નહોતો. આવી સ્થિતિમાં આ ખેલાડીએ હવે નિવૃત્તિ લેવાનું મન બનાવી લીધું છે. ભારતના દિગ્ગજ ઓફ સ્પિનર હરભજન સિંહે મહેન્દ્ર સિંહ ધોનીના નેતૃત્વમાં ઘણી ક્રિકેટ મેચ રમી છે. પીટીઆઈ અનુસાર, હરભજન સિંહ આવતા અઠવાડિયે સત્તાવાર રીતે સ્પર્ધાત્મક ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરશે અને તે પછી તે કેટલીક ફ્રેન્ચાઈઝીના સપોર્ટ સ્ટાફમાં જોડાવાની ઓફરમાંથી એકને સ્વીકારે તેવી અપેક્ષા છે.

હરભજન સિંહ લાંબા સમયથી ટીમ ઈન્ડિયાની બહાર ચાલી રહ્યો છે અને તે ખૂબ જ ખરાબ ફોર્મમાંથી પસાર થઈ રહ્યો છે. 41 વર્ષીય હરભજને ગત IPL ના પ્રથમ તબક્કામાં કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) માટે કેટલીક મેચ રમી હતી પરંતુ લીગના UAE તબક્કામાં એક પણ મેચ રમી ન હતી. આઈપીએલના એક સૂત્રએ નામ ન આપવાની શરતે પીટીઆઈને કહ્યું, “આ ભૂમિકા સલાહકાર, માર્ગદર્શક અથવા સલાહકાર જૂથનો ભાગ બનાવાની હોઈ શકે છે, પરંતુ તે જે ફ્રેન્ચાઈઝી સાથે વાત કરી રહ્યો છે તે તેના અનુભવનો ઉપયોગ કરવા માંગે છે.” તે હરાજીમાં ખેલાડીઓની પસંદગી કરવામાં ફ્રેન્ચાઇઝીને મદદ કરવામાં પણ સક્રિય ભૂમિકા ભજવશે. હરભજને હંમેશા ખેલાડીઓને તૈયાર કરવામાં રસ દાખવ્યો છે અને તે એક દાયકા સુધી મુંબઈ ઈન્ડિયન્સ સાથે સંકળાયેલા હતા ત્યારે તેના પછીના વર્ષોમાં ટીમ સાથે તેની આ ભૂમિકા હતી.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular