HomeNEWSENTERTAINMENTSS રાજામૌલીની ‘RRR’ ફિલ્મની કમાણી 8૦૦ કરોડને પાર

SS રાજામૌલીની ‘RRR’ ફિલ્મની કમાણી 8૦૦ કરોડને પાર

હવે ફિલ્મ કલેક્શનના નામે ‘અનસ્ટોપેબલ’ સાબિત થઈ રહી છે. રાજામૌલીની ફિલ્મે આ સાથે બોક્સ ઓફિસ પર રેકોર્ડ બનાવ્યો છે.

કોવિડને કારણે આ ફિલ્મની રિલીઝમાં ઘણી વખત ફેરફાર કરવામાં આવ્યો છે. અગાઉ, ફિલ્મના નિર્માણ અને કાસ્ટિંગને લઈને અલગ-અલગ સમસ્યાઓ આવી હતી. બોલિવૂડની ઘણી અભિનેત્રીઓએ આ ફિલ્મમાં કામ કરવાનો ઈનકાર કર્યો હતો અને રાજામૌલીની ઓફરને ફગાવી દીધી હતી. પરંતુ ફિલ્મ બન્યા બાદ રાજામૌલીની ફિલ્મે કમાણીના મામલે બોક્સ ઓફિસ પર આગ લગાવી દીધી છે. ૨૫ માર્ચે રિલીઝ થયેલી RRRએ વિશ્વભરમાં ૮૦૦ કરોડનો બિઝનેસ કર્યો છે.

ટ્રેડ એનાલિસ્ટ રમેશ બાલાએ ટિ્‌વટ કરીને આ માહિતી આપી હતી. તેણે કહ્યું કે- RRR ફિલ્મે વર્લ્‌ડવાઈડ બોક્સ ઓફિસ પર ૮૦૦ કરોડની કમાણી કરી છે. બાહુબલી ફિલ્મના દિગ્દર્શક એસએસ રાજામૌલીએ પોતાના પટારામાંથી RRRને શું રિલિઝ કરી, આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ખૂબ ધૂમ મચાવી રહી છે. આવી સ્થિતિમાં હવે ફિલ્મ કલેક્શનના નામે ‘અનસ્ટોપેબલ’ સાબિત થઈ રહી છે. રાજામૌલીની ફિલ્મે આ સાથે બોક્સ ઓફિસ પર રેકોર્ડ બનાવ્યો છે.

ફિલ્મનું બીજું અઠવાડિયું ચાલી રહ્યું છે. તે જ સમયે ફિલ્મ બોક્સ ઓફિસ પર નોટો છાપી રહી છે. ફિલ્મે બીજા સપ્તાહમાં જ વિશ્વભરમાં ૮૦૦ કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. ફિલ્મમાં રામ ચરણ અને જુનિયર એનટીઆરની ધમાકેદાર જોડી લીડ રોલમાં ખૂબ જ પસંદ કરવામાં આવી રહી છે. ફિલ્મના ગીતોથી લઈને એક્શન સુધી દરેક જગ્યાએ દ્રશ્યોની છાપ છે. લોકો સોશિયલ મીડિયા પર ‘નાચો નાચો’ ગીતોની રીલ બનાવતા થાકતા નથી.

ફિક્શનલ સ્ટોરીએ આરઆરઆર ફ્રીડમ ફાઈટર્સ અલુરી સીતારામરાજુ અને કોમારામ ભીમની વાર્તા પર આધારિત ફિલ્મ છે. ફિલ્મમાં રામ ચરણ રાજુના રોલમાં છે અને જુનિયર એનટીઆર ભીમના રોલમાં છે. સાઉથના આ બે સુપરસ્ટાર સિવાય બોલિવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ અને એક્ટર અજય દેવગન પણ છે.

આ અભિનેત્રીઓએ ફિલ્મ RRRમાં કામ કરવાની ના પાડી! શ્રદ્ધા કપૂરથી લઈને કેટરિના કૈફની બહેન સુધી ‘બાહુબલી’ના દિગ્દર્શક અને RRR નિર્માતા એસએસ રાજામૌલીએ આ અભિનેત્રીઓનો સંપર્ક કર્યો હતો! પરંતુ આ અભિનેત્રીઓએ તે સમયે ફિલ્મ નિર્માતાની તે ઓફર ઠુકરાવી દીધી હતી. આવી સ્થિતિમાં એમ કહી શકાય કે આ અભિનેત્રીઓએ ‘RRR’માં કામ કરવાની તક ગુમાવી દીધી હતી.

હજુ પણ કહી શકાય કે વધારે કમાણી કરી શકે છે અને હજુ પણ કોઈ બીગ બજેટ ફિલ્મોનો રેકોર્ડ તોડી શકે છે અને જો થીયેટરથી નીક્ળી જુઓ કદાચ OTT platform પર આવી જાય તો ત્યાં લોકો જોશે કે નહિ હજુ કઈ કહી ન શકાય હજુ આગળ શું થશે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular