HomeCOMMUNITY ARTICLESSPIRITUALનઈ દ્રષ્ટિ, નઈ ખોજ, નઈ સોચ, નઈ રાહ

નઈ દ્રષ્ટિ, નઈ ખોજ, નઈ સોચ, નઈ રાહ

આદ્યાત્મ


આદ્યાત્મ એટલે આત્માને જાણવો તેને આદ્યાત્મ કહેવાય. આદ્યાત્મની શરૂઆત કયાંથી થાય? આત્માની સન્મુખ થવું. વિનાશી વસ્તુઓ, ચીજોનાં મોહમાંથી નીકળી અવિનાશી આત્માનો સાક્ષાત્કાર કરવાની સમજણ, દૃષ્ટિ અને જયારે અનુભવ થાય ત્યારથી આદ્યાત્મની શરૂઆત થાય.
જો સામાન્ય જીવન જીવતાં માનવીઓને દરેક સમયે જીવનમાં સતત તકલીફો અને સંઘર્ષોમાં શાંતિનો માર્ગ જોઈતો હોય તો ધર્મ અને આદ્યાત્મ તરફ દૃષ્ટિ કરવી રહી. ઘાર્મિક વ્યકિત પણ આખરે તો આદ્યાત્મ વિજ્ઞાનને સમજે પછી બહારનાં જગતમાંથી ધીરે ધીરે આંતર દૃષ્ટિ કેળવીને મુકિતનાં માર્ગે પ્રગતિ કરે છે.
દુનિયાનાં તમામ ધર્મો અને આદ્યાત્મ વિજ્ઞાનમાં શું તફાવત છે ? તે સૌ પ્રથમ સમજીએ તો દુનિયાનાં તમામ ધર્મો એ ફોર્મેટ (માળખું) પર આધારિત છે. જયારે આદ્યાત્મ વિજ્ઞાન એ દૃષ્ટિ (સમ્યકદૃષ્ટિ) પર આધારિત છે.
ધર્મ પુણ્ય ઉપાર્જન કરવાનું સાધન છે. જયારે આદ્યાત્મ એ પાપ અને પુણ્યથી પણ પર એવું મુકિતનું સાધન છે. દુનિયાનાં દરેક ધર્મમાં ફોર્મેટ (માળખું) હોય છે. (અહિ ફોર્મેટ એટલે માળખું)
માળખું એટલે દરેકમાં એક પોતાના ભગવાન હોય, એક ગુરૂ હોય, મંદિર હોય, મંત્ર હોય, શાસ્ત્ર હોય, ટાઈટલ હોય, સંસ્થા હોય, ક્રિયાકાંડ હોય, વર્તમાન ગુરૂ શિષ્ય હોય, વરધોડો હોય, આવું દરેક ધર્મમાં, સંપ્રદાયમાં અલગ અલગ માળખું હોય. તેને ફોર્મેટ કહેવાય.
જયારે આદ્યાત્મમાં દૃષ્ટિ સમ્યક હોય, સમ્યક દૃષ્ટિ એટલે હું કોણ છું ? અને આ જગત ચલાવે છે કોણ ? એની ખબર પડે એવી વિજ્ઞાન દૃષ્ટિ ભગવાને એને જ દિવ્યચક્ષુ કહયા છે. વિશ્વમાં પહેલી વખત ફોર્મેટ વગરનું સાયન્સ પ્રેઝન્ટ થયું છે. જે ૨૫૦૦ વર્ષનાં ઈતિહાસમાં આ સનાતન વિજ્ઞાન કયારેય આટલી સરળ ભાષામાં પ્રગટ થયું નથી. ૨૫૦૦ વર્ષ પછી વીતરાગોએ અનુભવેલી વાતો પ્રેઝન્ટ થાય છે. જેમાં ફોર્મેટ જ નથી. જેમાં કોઈને સરેન્ડર (Surrender) થવાનું જ નથી.
કોઈ નિયમ નથી. કોઈ રીચ્યુઅલ્સ (Rituals) નથી. આવું અદ્ભૂત વિજ્ઞાન જે કુદરતનાં કાનૂન પર આધારિત છે. જે સનાતન સત્ય છે અને છ તત્વો પર આધારિત છે.
નઈ દિષ્ટ, નઈ ખોજ, નઈ સોચ, નઈ રાહ
ભૌતિક (મટીરીયલ) વિજ્ઞાન અને આદ્યાત્મ વિજ્ઞાન
પશ્ચિમ સંસ્કૃતિનાં લોકો અને ભૌતિક વિજ્ઞાની, સાયન્ટીસ્ટ છે તે હવે ભારતીય સંસ્કૃતિ તરફ કેમ આકર્ષાય છે ? કારણ કે તે લોકોની અંદર એક જીજ્ઞાસા ઉત્પન્ન થઈ રહી છે કે ભૌતિક વિજ્ઞાનમાં જે પાંચ તત્વને તે લોકો માને છે. જાણે છે તે પાંચ તત્વને જાણવાવાળો કોણ છે ? તેથી જ તો પશ્ચિમનાં દેશનાં લોકો એ હિંદુસ્તાન તરફ દૃષ્ટિ કરી છે. અને આધ્યાત્મ વિજ્ઞાન તરફ આકર્ષાયા છે. આ છઠ્ઠા આત્મતત્વનો હિંદુસ્તાનની સંસ્કૃતિમાં ઋષિમુનિઓએ પહેલેથી જ સમાવેશ કર્યો છે.
દુનિયાનાં મોટામાં મોટા ભૌતિક વિજ્ઞાની, આલ્બર્ટ આઈન્સ્ટાઈન એ જેમણે સેંકડો પુરસ્કાર મેળવ્યા હતા. તેમણે પણ જીવનમાં અંત સમયે પોતાના ઈન્ટરવ્યુ માં કહયું છે કે હે પ્રભુ જો પુર્નજન્મ જેવું કંઈ હોય તો હવે પછીનાં જન્મમાં મને એક ધાર્મિક વ્યકિત, ધર્મનો અનુયાયી બનાવજો. કારણે મારું આ જીવન અધુરુ રહયું. મેં ભૌતિકતા તરફ તો ઘણુ ઘણુ કર્યુ પણ આત્મ તત્વ વિષે જાણ્યું નહિ. પોતાનું જીવન કયા સિધ્ધાતનાં આધારે ચાલતું હતું તેનો વિચાર સુધ્ધા ન કર્યો. તેનો મને ખુબ અફસોસ છે.
હું ખરેખર કોણ છું ?? અને આ જગત કયા સિધ્ધાંતનાં આધારે ચાલે છે ? વિચાર નહિ કરીએ તો આપણે પણ આઈન્સ્ટાઈનની જેમ જ અંતે સમયે અફસોસ કરવો પડશે. આધ્યાત્મ વિજ્ઞાનની સમજણથી અને ઉપયોગથી સરળતાથી સમજાય છે.


સંકલન કર્તા : ફાલ્ગુનીબેન પંડ્યા, નવસારી, ગુજરાત

Web : www.aadhytmavignan.org
ARIHANT TV Daily. – “नई दृस्टी नई खोज”
9.30am to 10.00am (IST) / 2.00pm to 2.30pm (NY,USA)
www.youtube.com/c/AadhyatmaVignanFoundation
Email : dadakts24@yahoo.com
Contact – WhatsApp : +1 647 830 3686

RELATED ARTICLES
- Advertisment -

Most Popular