HomeCOMMUNITY ARTICLESHOMEOPATHYT20 પછી હવે વન ડેમાં પણ રોહિત શર્માને ટીમ ઈન્ડિયાનો કેપ્ટન બનાવાયો

T20 પછી હવે વન ડેમાં પણ રોહિત શર્માને ટીમ ઈન્ડિયાનો કેપ્ટન બનાવાયો

ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ(BCCI) T-20 પછી વન-ડેમાં પણ કેપ્ટનશિપ રોહિત શર્માને સોંપવા જઈ રહ્યું છે. દક્ષિણ આફ્રિકાના પ્રવાસ દરમિયાન વન-ડે સિરીઝમાં રોહિત શર્મા જ કેપ્ટન હશે. એની અધિકારિક જાહેરાત પણ પ્રવાસ માટે ભારતીય ટીમની જાહેરાત દરમિયાન કરવામાં આવી શકે છે. એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે રોહિતને વન-ડેની કેપ્ટનશિપ સોંપવાની તૈયારી કરવામાં આવી રહી છે. ભારતીય ટીમે આ મહિને જ દક્ષિણ આફ્રિકા જવાનું છે, જ્યાં ટીમ 3 ટેસ્ટ, 3 વન-ડે મેચ રમશે.

ભારતીય ક્રિકેટ બોર્ડના ટોચના અધિકારીઓનું કહેવું છે કે દક્ષિણ આફ્રિકામાં કોવિડ-19નો નવો વેરિયન્ટ મળ્યો હોવા છતા હાલ પ્રવાસ પૂર્વ નિર્ધારિત કાર્યક્રમ મુજબ જ થશે. જોકે તેઓ આ અંગેની સ્થિતિ પર નજર રાખી રહ્યાં છે. વર્ષ 2022માં મોટાભાગની T-20 ઈન્ટરનેશનલ મેચ રમાશે. તેમાં ઓસ્ટ્રેલિયામાં થનાર T-20 વર્લ્ડ કપ પણ સામેલ છે. વર્તમાન કાર્યક્રમ અનુસાર આગામી સાત મહિનામાં ભારતે માત્ર નવ વન-ડે જ રમવાની છે, જેમાંથી છ વિદેશમાં રમાશે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular