HomeNEWSGUJARAT NEWSવર્લ્ડ બેંક દ્વારા એએમસીને ૩ હજાર કરોડની લોન મંજૂર કરી

વર્લ્ડ બેંક દ્વારા એએમસીને ૩ હજાર કરોડની લોન મંજૂર કરી

વર્લ્‌ડ બેંકની ટીમ ૮ એપ્રિલના રોજ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી સાથે પણ અમદાવાદ શહેરમાં વિવિધ પ્રોજેક્ટો બાબતે ચર્ચા કરશે.

વર્લ્‌ડ બેંક દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને રૂ. ૩૦૦૦ કરોડની લોન આપવામાં આવનાર છે. જેનાથી શહેરનો વિકાસ કરવામાં આવશે. વર્લ્‌ડ બેંકની ટીમ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ વચ્ચે અમદાવાદ શહેરની ડ્રેનેજ લાઈન અને સુરજ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ પર વિસ્તારપૂર્વક ચર્ચા કરવામાં આવનાર છે જેમાં ઔદ્યોગિક પ્રદૂષણ, વોટર વેસ્ટ મેનેજમેન્ટ સીસ્ટમ, વાસણા ખાતે બનનાર બે નવા ૨૪૦ અને ૩૭૫ એમએલડી પ્લાન્ટ ઉપર ચર્ચા કરવામાં આવશે.

વર્લ્‌ડ બેંકના અધિકારીઓ શહેરના અલગ એસટીપી પ્લાન્ટની પણ મુલાકાત લેશે. કોર્પોરેશનની આર્થિક પરિસ્થિતિ અંગે પણ વર્લ્‌ડ બેંકની ટીમ માહિતી મેળવશે અને બાદમાં તેઓને કઈ રીતે લોનની રકમ કેટલા ફેઝમાં કેટલી ફાળવવી તે નક્કી કરવામાં આવશે. વર્લ્‌ડ બેંકની ટીમ ૮ એપ્રિલના રોજ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી સાથે પણ અમદાવાદ શહેરમાં વિવિધ પ્રોજેક્ટો બાબતે ચર્ચા કરશે. તેઓની સાથે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર લોચન સહેરા પર હાજર રહેશે.

અમદાવાદ શહેરમાં સાબરમતી નદીમાં ઔદ્યોગિક એકમો દ્વારા પાણી છોડવામાં આવે છે. ઔદ્યોગિક પ્રદૂષણ ને લઈને પણ વર્લ્‌ડ બેંકની ટીમ માહિતી મેળવશે જેથી જીપીસીબીના અધિકારીઓ સાથે પણ તેઓ મિટીંગ કરશે.અમદાવાદ શહેરમાં માઈક્રો ટનલિંગ પદ્ધતિથી સુએજ તેમજ ડ્રેનેજ લાઈન નાખવા, ખારીકટ કેનાલના ડેવલપમેન્ટ તેમજ શહેરની સુઅરેજ સિસ્ટમ અપગ્રેડ કરવા માટે એએમસી દ્વારા રૂ ૩૦૦૦ કરોડની લોન વર્લ્‌ડ બેંકે મંજુર કરી છે.

જેમાં પહેલાં ફેઝમાં રૂ. ૧૦૦૦થી ૧૨૦૦ કરોડ લોન પેટે બેંક આપવામાં આવ્યા છે. અમદાવાદ શહેરના ડ્રેનેજલાઈન, સ્ટ્રોમ વોટરલાઇનના માળખા અને જીઆરસીપી અંતર્ગત પ્રોજેક્ટને ફાઇનલ કરવા માટે વર્લ્‌ડ બેંકના અધિકારીઓની ટીમ અમદાવાદ આવશે. ૪ એપ્રિલથી ૧૩ એપ્રિલ સુધી વર્લ્‌ડ બેંકના અધિકારીઓ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર લોચન સહેરા, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તેમજ અન્ય અધિકારીઓ સાથે બેઠક કરશે. આ બેઠકમાં ટેકનિકલ અને પ્રોજેક્ટની તૈયારીઓ અંગે ચર્ચા કરવામાં આવશે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular