HomeNEWSGUJARAT NEWSટેક્સટાઈલ પર GST દર વધારા સામે સુરત સહિત દેશ વ્યાપી ઉગ્ર વિરોધ...

ટેક્સટાઈલ પર GST દર વધારા સામે સુરત સહિત દેશ વ્યાપી ઉગ્ર વિરોધ વચ્ચે દર્શના જરદોશ અને સી. આર.પાટીલે નાણામંત્રીને કરી રજુઆત

આગામી તારીખ પહેલી જાન્યુઆરીથી કાપડ પર જીએસટીનો દર પાંચ ટકાથી વધીને 12 ટકા સુધી થવા જઈ રહ્યો છે. જેની સામે સુરત સહીત દેશભરના કાપડ વેપારીઓનો ઉગ્ર વિરોધ જોવા મળી રહ્યો છે. તેવામાં સુરત શહેરના સાંસદ અને હવે તો ટેક્સ્ટાઇલ મંત્રી એવા દર્શના જરદોશ સામે સુરતના કાપડ વેપારીઓ દ્વારા જીએસટીનો દર યથાવત રાખવા બાબતે અસંખ્યવાર રજૂઆતો કરવામાં આવી હતી.

ટેકસટાઇલ ઉદ્યોગનો વિકાસ રૂંધાઇ જવાનું જોખમ ઉભું થયું હોવાને કારણે જીએસટી કાઉન્સીલમાં ગૃપ ઓફ મિનિસ્ટર્સના તમામ સભ્યોને ચેમ્બર અને ફિઆસ્વી દ્વારા સંયુકતપણે રજૂઆતો કરી તેની આડઅસરો વિશે સમજાવવામાં આવ્યું હતું. જેમાં કાપડ અને ગારમેન્ટ ઉપર પહેલા જીએસટી ટેકસ રેટ પ ટકા હતો, તેને વધારીને ૧ર ટકા કરવામાં આવ્યો છે. આ નવા પરિપત્રને કારણે ટેકસટાઇલ ઉદ્યોગનો વિકાસ રૂંધાઇ જવાનું જોખમ ઉભું થયું હોવાને કારણે જીએસટી કાઉન્સીલમાં ગૃપ ઓફ મિનિસ્ટર્સના તમામ સભ્યોને ચેમ્બર અને ફિઆસ્વી દ્વારા સંયુકતપણે રજૂઆતો કરી તેની આડઅસરો વિશે સમજાવવામાં આવ્યું છે. સાથે જ કેન્દ્ર સરકારના આ પરિપત્રને પાછો લેવા માટે વિનંતિ કરવામાં આવી છે.

વેપારીઓની આ માંગણીને લઈને આજે સાંસદ દર્શના જરદોશ અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે નાણામંત્રી નિર્મલા સિતારમણને રજુઆત કરીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આ અંગે એક પોસ્ટ સાંસદ અને ટેક્સટાઇલ મંત્રી દર્શના જરદોશ ત્યારે મુકવામાં આવી હતી. તેઓએ જણાવ્યું હતું કે વેપારીઓની રજુઆત નાણામંત્રી સુધી કરવામાં આવી છે. વેપારીઓએ આ વાતને વધાવી લીધી છે. અને હકારાત્મક પરિણામની અપેક્ષા રાખી છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular