HomeNEWSINDIA NEWSMI-17 હેલિકોપ્ટર ક્રેશ:દેશના પહેલા CDS બિપિન રાવત ઉત્તરાખંડના છે, પત્ની મધૂલિકા આર્મી...

MI-17 હેલિકોપ્ટર ક્રેશ:દેશના પહેલા CDS બિપિન રાવત ઉત્તરાખંડના છે, પત્ની મધૂલિકા આર્મી વેલફેરના અધ્યક્ષ

કુન્નૂર : તમિલનાડુના કુન્નૂરમાં સેનાનું હેલિકોપ્ટર ક્રેશ થઈ ગયું છે. આમાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) બિપિન રાવત, તેમની પત્ની મધૂલિકા રાવત સહિત 14 લોકો સવાર હતા. પ્રાથમિક માહિતી પ્રમાણે CDS બિપિન રાવતની પત્ની સાથે વેલિંગ્ટનમાં એક કાર્યક્રમમાં હાજરી આપવા ગયા હતા.

કુન્નૂરના જંગલમાં બુધવારે બપોરે લગભગ 12:20 વાગ્યે સેનાનું MI-17V5 હેલિકોપ્ટર ક્રેશ થઈ ગયું છે. ગાઢ જંગલમાં હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થયા પછી તેમાં આગ લાગી ગઈ હતી. રિપોર્ટ્સ મુજબ અત્યાર સુધીમાં 13 મૃતદેહ મળી આવ્યાં છે.

આ દુર્ઘટના પછી બિપિન રાવતના સ્વાસ્થ્ય મુદ્દે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન બહાર આવ્યું નથી. મીડિયા રિપોર્ટ્સના આધારે CDS બિપિન રાવતને રેસ્ક્યૂ કરી હોસ્પિટલ લઈ જવાયા છે. દેશના પહેલા CDS બિપિન રાવતને આ પદે 31 ડિસેમ્બરે નિયુક્ત કરાયા હતા.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular